જીરે આજ આનંદ મારાઅંગમાં, નાથ નિરખિને ઠરિયાં છે નેણરે ૪/૪

જીરે આજ આનંદ મારાઅંગમાં, નાથ નિરખિને ઠરિયાં છે નેણરે, લેરખડા લેરી લોભી રહિછું તારે લટકે.
જીરે વાલા લાગો છો મારા વાલમા,સુખકારી શામળિયા છો સેણરે.  લે. ૧
આજ ઓપિ રયું છે મારું આંગણું, ઘણું ઘણું કરે છે ઘર તેજરે.  લે.
મારો જન્મસફળ કરી જાણીયો, સુખદાઇ આવ્યા છો તમે સેજરે.  લે. ર
હું તો મગન થઇ છું મારા મનમાં, વળી હૈડે તે હરખ ન માયેરે.  લે.
ધન્યધન્ય ઘડીરે દિન આજનો, રાજેશ્વર મળ્યા છો રસિકરાયેરે.  લે.૩
મારું દુઃખ ગયું છે સુખ દેખતાં, વળી થયું છે શાંતિ ને સુખરે.  લે.
વાલા નિષ્કુળાનંદના નાથજી, દિજે સુખ બેસીને સનમુખરે.  લે.૪ 

મૂળ પદ

જીરે ઓરા આવોને અમ પાસલે, સારા સજી શોભિતાં શણગારરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી