શામ સલૂણા સંગે ખેલતાં, અતિ રસ વાધ્યો રસ રીતજીરે૨/૪

શામ સલૂણા સંગે ખેલતાં, અતિ રસ વાધ્યો રસ રીતજીરે,
પ્રાણ પ્યારાં પ્રીતમ સાથે, બાંધી પૂરણ પ્રીતજીરે.૧
અધ ઘડી અળગા નવ રહે, અલબેલો આધારજીરે,
ક્રીડા કરતાં કૃષ્ણજીશું, પળે પળે પ્રેમ અપારજીરે. ર
રાત્ય દિવસ રંગભર રમતાં, જાતાં ઘડી ન જણાયજીરે,
આઠો પોર આનંદ અતિ લેતાં, રેતાં મગન મનમાંયેજીરે. ૩
પાતળિયાશું પ્રીત બંધાણી, નિત્ય નિત્ય નવલિ રીતજીરે,
રંગરસિયાના રંગની, અતિ ચડી ચટકી ચિતજીરે.૪
સુખસાગર વર શામળો, નાગર નટવર નંદલાલજીરે,
હેતે પ્રિતે હરિ સંગ રમતાં, બાંધી વાલાસું વાલજીરે. પ
શામળિયાસું અમે સુખ લેતાં, રેતાં અંગે ઉલાસજીરે,
નિષ્કુળાનંદનો નાથજી આજ, અમથી થયા ઉદાસજીરે. ૬

મૂળ પદ

મંગલ મૂર્તિ મહારાજની, ગોલોક પતિ ગોપીનાથજીરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી