આજ સખી હું એકલી તેણે, અંતર થયું છે ઉદાસજીરે, ૪/૪

આજ સખી હું એકલી તેણે, અંતર થયું છે ઉદાસજીરે,
કો કેમ કરી જાયે જામનિ, બાઇ પીયુ નહિ મુજ પાસજીરે.                 ૧
ભૂધર વિના થયું ભોવન ભાગસિ, સજયા શૂળી સમતોલજીરે,
શણગાર અંગાર સરખા થયા, ફરસી થયાંછે ફૂલજીરે.                     ર
ચંદન દઝાડે છે દેહડિને, બાઇ વાલા તણે વિયોગજીરે,
પિડા વિના પિડાય છે પંડડું, વણરોગે વળી રોગજી.                        ૩
મયંક માંહેથી વિષ જાણું વરસું, જે હતો અમીનો અગારજીરે,
વાલા વિના એમ થયું અમને, અંગમાં દુઃખ અપારજીરે.                  ૪
સ્નેહ કરીને શું સુખ પામ્યાં, વામ્યાં વળી અંગ રંગજીરે,
ટળ્યાં વળી માણસડાં માંયથી, કરતાં શામીળયાનો સંગજીરે.           પ
આવો ન જાણ્યો અમે આગળે, છબીલાજીનો છળજીરે,
નિષ્કુળાનંદના નાથની, બાઇ કોયને ન પડી કળજીરે.                      ૬ 

મૂળ પદ

મંગલ મૂર્તિ મહારાજની, ગોલોક પતિ ગોપીનાથજીરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી