છબીલેજીયે છેતરીયાં હો બેની૧/૪

જેણે તેણે મારગ ભૂલીરે જાતીતી. એ ઢાળ.
 
છબીલેજીયે છેતરીયાં હો બેની, અમને કળ કાંય ન પડી એનીજી.
અમે હતાં અમારારે ઘરદ્વારે, અણ તેડ્યાં આવીયાં ગણીયે અમારેજી.
વાલી વાલી વાલે વાતું જો કરી,હસિ હસિ મન મારું લીધું છે હરિજી.
પરાણે પ્રીત કરી અમ સાથે, નાંખી ભૂરકી કાંઇક મુજ માથેજી. 
પ્રાણ હરિને પરા જઇ રહ્યા, એને અમારી ન આવી દલ્ય દયાજી.
કરી કામણ વશ કરી મુને, વાલે નિષ્કુળાનંદને નાથે નંદલાલેજી. ૬ 

મૂળ પદ

છબીલેજીયે છેતરીયાં હો બેની

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી