નંદકુંવર જે લખ્યો લલાટે, કેમ કરી તે મટાડયો મેં મટેજી ૩/૪

નંદકુંવર જે લખ્યો લલાટે, કેમ કરી તે મટાડયો મેં મટેજી. ૧
ભાગ્યમાં લખ્યું તે ભુંસ્યું નવ જાયે,
કરીયે બાઇ જો કોટી ઉપાયેજી.ર
દેશ તજી જાઇએ પરદેશ, તોયે લખ્યું તે ન મટે લેશજી. ૩
આ શરીરના અંક છે એવા, નાખી નિસાસાને દિન લેવાજી. ૪
સભાગીયાંનાં સુખ દેખી સાંભળી,
મારું જીવત ધિકારું છું વળીજી.પ
નિષ્કુળાનંદના નાથ વિના સખી, દાઝે છે દેહ ને થાઉંછું દુઃખીજી.૬

મૂળ પદ

છબીલેજીયે છેતરીયાં હો બેની

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી