મારા અંતરમાંયે છે અંગુઠી, તેતો તેં નજરે નથી દિઠીરે ૨/૪

લલિતા શિદને બાલછ બનિ, નથી ખરી ખબરું તુને તેનીરે. ૧
મારા અંતરમાંયે છે અંગુઠી, તેતો તેં નજરે નથી દિઠીરે. ર
લોક લાજે ન જણવું લગારે, બોલ્યા વિના જાણે કોણ બારેરે.૩
જીરે આવે રુદીયો ભરાઇ, તારે રોઉ હું ઘુંઘટ માંઇરે. ૪
જ્યારે ઘુંઘટ પટ પરો ખોલું, ત્યારે હસતે મોઢે હું તો બોલુંરે. પ
તેતો તેને જોઇ તોલ કીધો, પણ માયેલો મરમ ન લીધોરે. ૬
નિષ્કુળાનંદનો નાથ મારી જાણે, બીજા પોતાપણે પરમાણેરે. ૭

મૂળ પદ

સખી શાને દોષ શામળીયાને દિજે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી