હાહા સાચું ક્યું તે સાહેલિ, તુંતો ડાઇ ને હું તો ઘેલી રે ૩/૪

હાહા સાચું ક્યું તે સાહેલિ, તુંતો ડાઇ ને હું તો ઘેલી રે. ૧
તારા રુદિયાતણું રતિ રતિ, વણ કયે લઉ છું વરતિરે. ર
તારા મુખનો જોઉ છું મચકો, નથી હરિ વિજોગનો તુને ધચકોરે. ૩
તારાં નયણા જોયાં મેં નિરખી, લીધો પ્રેમ પ્રગટ તારો પરખીરે. ૪
જોયું હેત મૈ તારા હૈયાનું, કળી લીધું મેં છે જો કયાનુંરે. પ
સખી નિષ્કુળાનંદના વાલાને, નવ્ય દિજીયે દોષ ઠાલાનેરે. ૬

મૂળ પદ

સખી શાને દોષ શામળીયાને દિજે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી