સખી દુઃખી થઇ તું દયાલથીરે૩/૪

સખી દુઃખી થઇ તું દયાલથીરે
સુખણી હતી સંસાર; જણાયે છે જુવતીરે.
તજ્યું રાજ સાજ શામ કારણેરે, તજ્યાં તે માલ ભંડાર.જ. ૧
સખી મેલ્યાં તે મંદિર માળીયાંરે, તજ્યાં અટારી અવાસ.જ.
તજ્યા હય ગાય પાળા પાલખીરે, તજ્યા ખજીના ખવાસ .જ. ર
સુખ તજ્યાં તે શરીરનારે, ઓલખાઇ આવીછે અંગ.જ.
સંભારી જો તારા સુખનેરે, અમથો શીયો જો ઉમંગ.જ. ૩
તુંને જાણતું કોણ જગમાંરે, મોહને વધાર્યું માન .જ.
નિષ્કુળાનંદના નાથશુંરે, આજ કરછ અભિમાન.જ. ૪

મૂળ પદ

સખી શીદ રહે દલ દુઃખણીરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી