સખી શીદને ભેદછ ભલકેરે, ૪/૪

સખી શીદને ભેદછ ભલકેરે,
મારી મરમનાં બાણ, મુવાંને ન મારીયેરે.
બાઇ નિર્દયા થઇ દલનીરે, શિદ પ્રોવછ પ્રાણ. મુ.૧
બળ્યાંને બાઇ ન બાળીયેરે, મનમાં આણિયે મેર. મુ.
શિદને કાપછ કાલજ્યારે, જાને બાઇ તારે ઘેર. મુ. ર
મરમનાં વચન ન મારીયેરે, ઉઠે જો અંતરે આગ્ય. મુ.
શિદ આવી છો સંતાપવારે, કઉં છું કેડ્યે મ લાગ્ય. મુ. ૩
બાઇ દયા આણિ તારા દલમાંરે, વાલપની કર વાત. મુ.
કડિ કંટારિ જીભ્યનીરે, મ કર માહેરી ઘાત. મુ. ૪
સખી તું કે છે સેજ સ્વભાવમાંરે, મારાં તો જાયે છે પ્રાણ. મુ.
નિષ્કુળાનંદના નાથનેરે, મેલાવ્ય તું સખીસુજાણ. મુ. પ

મૂળ પદ

સખી શીદ રહે દલ દુઃખણીરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી