પંખી તું જાને પીયુને દેશ પીયુને દેને મારો સંદેશ ૧/૧

પંખી તું જાને પીયુને દેશ, પીયુને દેને મારો સંદેશ...ટેક.
તમારે કારણ એક સખી, રોતી ઉભી વનમાંય,
વિરહે આકુળ વ્યાકુળ અતિ, ઘેરે પોતાને ન જાય..પંખી૦ ૧
ઘેર જઇ શું કરે પીયુડા, વ્રેહ એને કોરી ખાય,
તમારા વિનાનો મહેલ એને, લાગે છે ઊંડી ખાય..પંખી૦ ૨
જાઓ જાઓ પ્રભુ ખોટી ન થાઓ, દયા લાવો મનમાંય,
જ્ઞાનસખી સુખી તો જ થવાની, જો હરિ તુને મળાય..પંખી૦ ૩

મૂળ પદ

પંખી તું જાને પીયુને દેશ

મળતા રાગ

શિવરંજની

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
શિવરંજની
સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૨
Studio
Audio
0
0