રેંટોરે રંગે દિસે રુપાલો, કાંઇ રુડો ને રઢીયાળો. રે.૨/૨

રેંટોરે રંગે દિસે રુપાલો, કાંઇ રુડો ને રઢીયાળો. રે.
રંગ સોરંગે રેંટો અતિ રુડો, જોતાં જાયે ચિત્ત ચાળોરે. રે. ૧
રેંટાની રીત્યને જન શું જાણે, ભુલ્યો બ્રહ્મા વેદ બાલોરે. રે. ર
ધરતાં ધ્યાન રૂદાસાં રેટાનું, અંતર થાય ઉજાલોરે. રે. ૩
સમઝે શીવ સનકાદિક નારદ, શેષ સમરે સહસ્ર ફણાલોરે. રે. ૪
રેંટો પેરીને રસિલોજી આવ્યા, મન ભાવ્યા મરમાલો. રે. પ
ઉભા રહો હું ઉતારું આરતિ, દર્શન દ્યો દયાલોરે. રે. ૬
ઓરા આવો આલિંગન લિજે, ખોયા દિનો ખંગ વાળોરે. રે.૭
નિષ્કુળાનંદના નાથજી વાલા, પ્રીત પૂરવની પાળોરે. રે.૮

મૂળ પદ

રઢ લાગીરે રંગ રાતેરે, કાંઇક કસુંબલ ફેટેરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી