તારું મુખ જોઇને મન માનીયું, ૧/૪

મલણું હોજોરે મોટા સંતનું એ ઢાળ.
તારું મુખ જોઇને મન માનીયું, હું તો હરખિ નિરખિ તારાં નેણરે
વાલીડા વાલી લાગેરે તારી વાતડી.
તારે લટકે લીધુંરે મન માહરું, મીઠાં લાગે છે મુખડાનાં વેણરે. વા. ૧
તારી ભ્રકુટિ ભાળી ભરી ભાવની, નિર્ખી નલવટ થઇ નીહાલરે.
તારી નાસિકા દિસે છે નમણી, થઇ ગુલતાન જોઇને ગાલરે. વા.ર
તારે અધરે અમૃત અતિ ઘણું, પ્રેમે પાઓ પ્યારા લાલરે. વા.
તારી મૂરતિ ચોંટીરે મારા મનમાં, વળી ચિત્તડે ચોંટી તારી ચાલરે. વા. ૩
તારી નખશિખા શોભા નિહાળતાં, મન માન્યું શામ તમ સાથરે.
મેં તો સહુ ત્રોડીરે જોડી તમસું, વાલા નિષ્કુળાનંદના નાથરે. ૪

મૂળ પદ

તારું મુખ જોઇને મન માનીયું,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી