મારા શિશને સાટે શામળા૩/૪

મારા શિશને સાટે શામળા, હું તે વાટે ચાલી વ્રજરાજરે,
વિસામા વાલા લાગો છો મુને વાલ્યમા.
માથા સાટે મળો મુને માવજી, તોયે અતિ સોંઘા છો આજરે. વિ.
મેં તો અનેક શીશ ખોયાં આગળે, તેતો કોયે ન આવીયાં કામરે.
એક તન જાશે તમ કારણે, તેનું નથી પૂછતિ હું નામરે. વિ.ર
સર્વે તજી ભજશું જો તમને, અતિ આનંદ ભર્યા આ વારરે. વિ.
આવો અવસર અવર આવે નહિ, શિદ ખોઇયે એળે અવતારરે.
હવે પાછી ન ભરીયે પેનિયું, નહિ ખોઇયે નાસિકાનું પાણીરે. વિ.
વાલા નિષ્કુળાનંદના નાથજી, મારી તમ સાથે પ્રીત બંધાણી રે. વિ. ૪

મૂળ પદ

તારું મુખ જોઇને મન માનીયું,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી