મને પ્રીતમ પ્યારા છો પ્રાણથી, ૪/૪

મને પ્રીતમ પ્યારા છો પ્રાણથી, અલબેલા છબીલા આધારરે,
સલૂણા સાચા સ્નેહિ છો શામળા.
મનોહર મિરાંથ્ય છો માહેરી, હરિ હેતુ હૈયાના છો હારરે. સ. ૧
મારા મનના માનેલ છો માવજી, દેખી દલની ભાગે છે દાઝરે. સ.
મારા ભિતર માંહે ભાવી ગયું, તારું રુપ અનુપમ આજરે. સ. ર
મારાં લોચન થયાં છે લાલચુ, મુકી શકતાં નથી તારું મુખરે. સ.
વણ દિઠે વાલા વિલખે ઘણું, દિઠે મીઠાં પળાયે છે દુઃખરે. સ. ૩
આઠો પોર અમારા અંતરમાં, જોયા વિના જંખે છે જીવરે. સ.
વાલા નિષ્કુળાનંદના નાથજી, રહો પાસલે પરગટ પિવરે. સ. ૪

મૂળ પદ

તારું મુખ જોઇને મન માનીયું,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી