રે તાળી તો તમ સાથે લાગી તેણે કરી ભવ ભ્રાંતિ ભાંગી ૪/૪

રે તાળી તો તમ સાથે લાગી, c. રેતા.

રે કીધી મેં તમ સંગે પ્રીતિ, રે નથી હવે કોયે ભગી બીતિ,

જગ મુને કેમ શકશે જીતી.રે તાળી. ૧

રે ભાર કેનો નાવે ભવમાં, રે પચે છે સૌ પનર નવમાં,

દાઝું શિદ તે સંગે દવમાં. રેતાળી.ર

રે ફજેતી ભવની મેં ભાળી, રે બેઠાં છે જીવત સહુ બાળી,

સુખ નથી વાલા તમ ટાળી. રેતાળી.૩

રે સગપણ કરતી બીજા સાથ, રે જરુર જાયે જમ હાથ,

નિષ્કુળાનંદ તણા નાથ. રે તાળી. ૪

મૂળ પદ

રે હું છઉં ત્રિકમ તમારી, તમે છો મિરાંથ્‍ય મારી.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી