જીરે આજ પ્રભુજી પધારીયા, ઘણે દિવસે દયાલ બેનિ૧/૪

સાહેલીરે આંબો મોરીયો એ ઢાળ.
 
જીરે આજ પ્રભુજી પધારીયા, ઘણે દિવસે દયાલ બેનિ.  આ.
મેં તો અનેક જનમ દુઃખ વેઠિયું, તેતો ટલિયું છે તતકાલ બેનિ.  આ.૧
જોને કેટલે દાડે કાનજી, આવી બેઠા અમારે બાર બેનિ.  આ.
મારે ખોટ ભાગી ખોયા દિનની,આજ આવ્યો ભલે અવતાર બેનિ.  આ.ર
થયા શ્રવણસુ ફળ સુણી વાતડી,નીર્ખી નયણાં થયાં છે નિષ્પાપ બેનિ.  આ.
મારાં અંતરમાં સુખ ઉપનું, વળી તનના ટળીયા તાપ બેનિ.  આ.૩
મારાં સંકટ સર્વે સમી ગયાં, વળી સરિયાં સઘળાં કાજ બેનિ.  અ।.
મુને કરી સમોતિ શામળે, મળ્યા નિષ્કુળાનંદનો રાજ બેનિ.  આ.૪ 

મૂળ પદ

જીરે આજ પ્રભુજી પધારીયા, ઘણે દિવસે દયાલ બેનિ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી