અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો આવો હે સહજાનંદ સ્વામી, આવો આવો આવો ૧/૧

અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો, 

આવો હે સહજાનંદ સ્વામી, આવો આવો આવો...           ટેક.
એકલી અટુલી વાલા રહું છું ભુવનમાં, 
તારા વિના લાગે મને જાણે છું હું વનમાં, 
આવી મારી એકલતા મિટાવો...                                   આવો૦ ૧
શા માટે લલચાવો પિયા અમને અંતરમાં, 
આવો વાલા આવો હવે પધારો આ ઘરમાં, 
ભેટી મને હૈયા સાથે દબાવો...                                      આવો૦ ૨
તમને મળવાને વ્હાલા ઝંખુ છું મનમાં, 
તમારા વિયોગે વ્હાલા તપુ છું હું તનમાં, 
એકવાર મીઠી વાણી સુણાવો...                                     આવો૦ ૩
તમારું જ સુખ મને આપો જીવનમાં, 
રહો મારું મન મારા પ્રાણજીવનમાં, 
જ્ઞાનજીવન કહે ગલે લગાવો...                                     આવો૦ ૪

મૂળ પદ

અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી