આજ રહો રસિયા મારે મંદિરે, હૈયું હેઠું કરી હેત વાલા ૨/૪

આજ રહો રસિયા મારે મંદિરે, હૈયું હેઠું કરી હેત વાલા;
	હું તો સારી પેરે સેવા કરું, સોંપી તન મન ધન સમેત વાલા-૧
જેમ કેશો તેમ કરશું, રે’શું પગભર પાસ વાલા;
	દીન જાણીને દયા કરો, અમે છીએ તમારા દાસ વાલા-૨
તમ વિના ત્રણ લોકમાં, નથી ઠરવા અમારે ઠામ વાલા;
	વણદીઠે વીતે દન વસમો, તે તો કોયે ન આવે કામ વાલા-૩
મુને મુખ જોયે સુખ ઊપજે, વળી જાય દલડાની દાઝ વાલા;
	મુને પ્યારા લાગો છો પ્રાણથી, તમે નિષ્કુળાનંદના રાજ વાલા-૪
 

મૂળ પદ

જીરે આજ પ્રભુજી પધારીયા, ઘણે દિવસે દયાલ બેનિ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
કિર્તન સાગર ભાગ-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


SAT શ્રી સ્વામિનારાયણ મંદિર, તાપી બાગ, મોટા વરાછા, સુરત. મો.નં.+919925333400


હે રસિયા
Studio
Audio
0
0