મારું તમસાથે મન માનીયું, તેની ઘરનાને ઘણી દાજ પ્રીતમ ૩/૪

મારું તમસાથે મન માનીયું, તેની ઘરનાને ઘણી દાજ પ્રીતમ. ત.

લોસિ કેછે વચન લાગતાં, તુંને વસ્ય કરી વ્રજરાજ પ્રીતમ. ત. ૧

નથી સાસુડિ નણંદને, વળી પરણ્યાને પરતિત પ્રીતમ. ત.

ઘણી ગાલ્યું આલે ગલે ગાજતાં, વાળી નાખે છે આલ્યું નીત પ્રીતમ. ત.

હું તો કડવી થઇ છું કુળમાં, વળીગઇ છે લોકમાં લાજ પ્રીતમ. ત.

મેં તો સહુથી ત્રોડી જોડી તમસું,

વાલા વનમાળી વ્રજરાજ પ્રીતમ. ત.૩

મારું તમસું બંધાણું તનડું, વળી જડિયા છો જીવને સાથ પ્રીતમ.

તેતો છૂટો નહિ હરિ છૂટતાં, વાલા નિષ્કુળાનંદના નાથ પ્રીતમ. ત. ૪

મૂળ પદ

જીરે આજ પ્રભુજી પધારીયા, ઘણે દિવસે દયાલ બેનિ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી