આજ પ્રગટયા પુરુષોત્તમ, આનંદકંદ હરિ ૧/૪

આજ પ્રગટયા પુરુષોત્તમ, આનંદકંદ હરિ;
	હરિ હતા સહુને અગમ, સુગમ થયા દયા કરી...૧
કરી ક્રિપા ઓધારવા જન, આજ મહારાજ આવ્યા;
	આવ્યા આપે થઈ પરસન, નિજજન મન ભાવ્યા...૨
ભાવ્યા લાવ્યા ભલેરી રીત, પ્રિત જે ચિત્ત ધરે;
	ધરે કર્યા જે અઘ અમિત, તે હરિ તર્ત હરે...૩
હરે સર્વે સંકટ ને શૂલ, કર્મની જડ કાપે;
	કાપે મોહ માયાનું મૂળ, અલૌકિક સુખ આપે...૪
આપે અંતે આવે નિરધાર, ટેવ એ નવ ટાળે;
	ટાળે દાસના દોષ અપાર, બિરુદ પોતાનું પાળે...૫
પાળે જનને આપે આનંદ, પરમાનંદ ધન્ય ધન્ય;
	ધન્ય કહે નિષ્કુળાનંદ, મોહન ભાવ્યા મન...૬
 

મૂળ પદ

આજ પ્રગટયા પુરુષોત્તમ, આનંદકંદ હરિ

મળતા રાગ

ઢાળ : આજ આવિયો આનંદ અંગ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી