તમે ઓળખી લેજો આજ, સુખસાગર સ્વામી ૨/૪

તમે ઓળખી લેજો આજ, સુખસાગર સ્વામી;
	સ્વામી સર્વે તણા અધિરાજ, સરવે ધામના ધામી...૧
ધામી આવિયા છે હરિ આજ, મહારાજ મે’ર કરી;
	કરી હેત કર્યાં જનકાજ, પ્રેમે પધાર્યા હરિ...૨
હરિ કારણ જોગી જોગ, પાળે બહુ પ્રીતે કરી;
	કરી કષ્ટ વધારે રોગ, તોયે નવ મળે હરિ...૩
હરિ સદા વ્રજજન સાથ, આજ મહારાજ રહે;
	રહે હેતે પ્રીતે જોડી હાથ, કરે જે જે જન કહે...૪
કહે જન ઉપર્ય ભગવાન, ઢળ્યા ઢાળે સુખ દેવા;
	દેવા દાસને અભયદાન, કૃપાળુ છે જો કેવા...૫
કેવા જીવ હોયે કોયે મંદ, આવી દર્શ પર્શ કરે;
	કરે નિષ્કુળાનંદ આનંદ, કૃતારથ થઈને ફરે...૬
 

મૂળ પદ

આજ પ્રગટયા પુરુષોત્તમ, આનંદકંદ હરિ

મળતા રાગ

ઢાળ : આજ આવિયો આનંદ અંગ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી