ધન્ય ધન્ય તેહ નરનાર, જેને સત્સંગ મળ્યો ૩/૪

ધન્ય ધન્ય તેહ નરનાર, જેને સત્સંગ મળ્યો;
	મળ્યો સમા સમે અવતાર, દિલ ભાવ્યો દાવ ઢળ્યો...૧
ઢળ્યો સોરંગ રંગ અંગે સોય, ત્રિકમ સંગે તેને;
	તેને જોડયે ન આવે કોય, ઉપમા શું દઈએ એને...૨
એને નામી સું નામ ઉચ્ચાર, વારમવાર કરે;
	કરે જન એવા ભવપાર, અનેકને તારે તરે...૩
તરે દુર્બલ દીન જગત, કુલહીન હોયે કોય;
	કોય હોયે ઊંચે કુળે અભક્ત, તારે ન તરે તોય...૪
તોય હોયે જે હરિ સનમુખ, જન તન ધનના ત્યાગી;
	ત્યાગી મેલ્યાં સંસારનાં સુખ, લગની હરિસું લાગી...૫
લાગી લાલશું જેની લગન, એવા સંત ક્યાંથી મળે;
	મળે નિષ્કુળાનંદ એવા જન, તો સુખ શાંતિ વળે...૬
 

મૂળ પદ

આજ પ્રગટયા પુરુષોત્તમ, આનંદકંદ હરિ

મળતા રાગ

ઢાળ : આજ આવિયો આનંદ અંગ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી