હાંરે રંગભીના હો રાજ, રસિયા રહ્યા છો મારે રુદિયે ૨/૪

પદ-ર-૧ર૮

 

હાંરે રંગભીના હો રાજ,  રસિયા રહ્યા છો મારે રુદિયે,

હાંરે ગોવિંદ મને ગમ્યા,  વળી ભાવ્યા ભીતર માંયે,

તમ વિના ત્રિકમજી,  વળી વાલું નથી કાંયે. રંગ. ૧

હાંરે મનડું મારું માન્યું,  વળી શામળીયા તમ સાથ,

જેમ કેશો તેમ કરશું,  તમ આગળ જોડી હાથ. રં. ર

હાંરે તોડી તમ કારણે,  મેં તો લોકડીયાંની લાજ,

કડવાં થયાં કુળમાં,  તેતો કાનજી તારે કાજ. રં. ૩

હાંરે તમને જોઈ મોઈ છું,  વળી ઓગળ્યું છે અંગ,

નાથ નિષ્કુળાનંદના,  હવે શામળા રેજો સંગ. રં. ૪

મૂળ પદ

શોભા વાલા હો શામ તમને જોઇને મોહી મનમાં,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી