કામણગારા હો કાન, કામણ કર્યા તે કોયે રીતનાં, ૩/૪

કામણગારા હો કાન, કામણ કર્યા તે કોયે રીતનાં,

 હાંરે કામણગારા કાનજી, અમે ઓળખ્યા વળી આજ,

 જે દિન દેખું તમને, વાલા તે દિન સુજે કાજ.  કા.૧

 હાંરે સુંતાં બેઠાં સાંભરો, વળી જાગતાં જીવનપ્રાણ,

 ખાતાં પીતાં ખટકો, મને શામળીયા શું જાણ.  કા. ર

 કામણગારાં કરનાં, કાંઇ લટકાં તારાં લાલ,

 ચોંટી મારા ચિતમાં, વળી ચતુર તારી ચાલ.  કા.૩

 કરી કામણ કોયે પેરનાં, મને વશ્ય કરી વૃજરાજ,

 નાથ નિષ્કુળાનંદના, હવે આવી મળો આજ.  કા.૪

મૂળ પદ

શોભા વાલા હો શામ તમને જોઇને મોહી મનમાં,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી