આજ ભલે આવ્યા અલબેલા, છેલછબિલા છોગાળાજી છે ૨/૪

આજ ભલે આવ્યા અલબેલા, છેલછબિલા છોગાળાજી છેલ,
થઇ રઇ મારે રંગનીરેલ, તો મોતીડે વુંઠા છે મેહુલારે.                        ૧
ઘણે દિવસે આવ્ય મારે ઘેર, મોહન મનમાં આણી મોટી મેર,
આજ અમારે થઇ લીલાલેર, તો નવલા વાધ્યા છે નેહુલારે.               ર
પોતાની જાણી પધાર્યા છો પ્યારા, અલબેલાજી આધાર અમારા,
શ્યા શ્યા ગુણ હું ગાઉંતમારા, તો મુને લીધી જાણું મુલમાંરે.              ૩
દિન જાણીને દયા મુને કીધી, શ્યામસુંદર સાર મારી લીધી,
જગત જંજાળમાં જાવા ન દિધી, તો ભવસાગરની ભુલ્યમાંરે.            ૪
તમ વિના કોણ કરે સંભાળ, દિનબંધુ હરિ દિન દયાળ,
નિજજનના પ્રભુછો પ્રતિપાળ, તો વિસારી નહિ આવારમાંરે.              પ
હેત કરી મુને ઝાલી છે હાથ, આજ હવે હું થઇ સનાથ,
ધન ધન નિષ્કુળાનંદના નાથ, તો આણી હરિજનની હારમાંરે.           ૬   

મૂળ પદ

સાંભળને સાહેલિરે મારી, સુંદર વાત કહું એ સારી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી