હવે રેજો હેઠું કરી હરિ હૈયું, કોયે બીજાનું ન માનસો ક્યું,
તમ કારણે મેણું ઘણું સૈયું, તો કુળમાંયે કડવી થઇરે.૧
પિયર સાસરિયાં પોતાનારે કાજે, આપ સ્વારથે ઘણુંઘણું દાઝે,
શિદ લેવાઉં હવે એની લાજે, તો તમ વિના સુખ દીઠું નહીંરે. ર
લોક કુટુંબની મેં લાલચ મેલી, ઘોળાં પરાં મર ગણતાં ઘેલી,
તમ સાથ મેં બાંધી છે બેલી, તો સાચા સનેહિ જોઇનેરે. ૩
સહુસું ત્રોડી જોડી તમ સાથે પ્રીત, બીજે ન માને મારું મન ચિત્ત,
મનમોહન મન માન્યા છો મિત, તો તમ પર રઇ છું મોઇનેરે. ૪
આ તન મન આપ્યું હરિ તમને, નિશ્ચે છે મન ક્રમ વચને નીગમને,
જેમ ઘટે તેમ રાખજો અમને, તો હાથ જોડીને હજુર છુંરે. પ

મહાસુખ મુખેસું કહું મારાજ, નાથ તમારે હાથ મારી લાજ,
સુખદાઇ નિષ્કુળાનંદના રાજ, તો જાણો તમારી જરુર છુંરે. ૬