સંતો સારંગધરને સમરીયે, ગ્રહી સારંગ૧/૪

આવોજી દેશ અમારડે, એ ઢાળ.

સંતો સારંગધરને સમરીયે, ગ્રહી સારંગ ટેકરે,
સંતો સારંગગુણે ગંભીર રઇ, વળી કરીયે વિવેકરે.સં.૧
સંતો સારંગ રીસ ન રાખીયે, લૈયે શિળો સારંગ ભાવરે,
સંતો સારંગ ચાહેછે સારંગને, એમ મન ચાઇયે માવરે. સં. ર
સંતો સારંગ ન સુંઘે કેરને, ભખે નહિ સારંગ ઘાસરે.
સંતો સારંગ ધારા સારંગ સહે, મેલી મનની આશરે. સં. ૩
સંતો સારંગ સૂણી સારંગને, પડે લોધીને ફંદરે.
સંતો સારંગ અંગ સારંગ દહે, લૈયે લક્ષ નિષ્કુળાનંદરે.સ. ૪

મૂળ પદ

સંતો સારંગધરને સમરીયે, ગ્રહી સારંગ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી