સંતો શ્રી હરિ સદા સંભારીયે, ધરિયે હરિ સમ ધીરરે ૨/૪

સંતો શ્રીહરિ સદા સંભારીયે, ધરિયે હરિ સમ ધીરરે.

સંતો હરિ હાલતાં હાલે નહિ, સહે હરિ ધારા શિરરે.સં. ૧

સંતો હરિની પેઠે નવ હટિયે, ચાલીયે હરિની ચાલરે,

સંતો હરિ હરે જેમ તમને, કરે સહુને નિહાલરે.સં. ર

સંતો હરિ સદા શિતળ કરે, હરિ વચને બંધાયેરે.

સંતો હરિ ન પિયે બીજા પા���ને, સદા ખાંત્યને ચાયેરે.સં. ૩

સંતો હરિ આપે ગુણ આપણો, કાપે કોઠારે કોયેરે.

સંતો નિષ્કુળાનંદ હરિ ગુણ ગ્રહી, ભજો પદ પંકજ સોયેરે.સં.૪

મૂળ પદ

સંતો સારંગધરને સમરીયે, ગ્રહી સારંગ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી