સંતો દધિ સુતા પતિ સેવિયે,દધિ સુતા સુત શ્રજે શોભિતરે ૩/૪

સંતો દધિ સુતા પતિ સેવિયે, દધિ સુતા સુત શ્રજે શોભિતરે.

સંતો દધિ સુત દેખી દિલમાં, ચાયે જેમ ચકોર ચિત્તરે.સં. ૧

સંતો દધિ સુતા પય જેમ પિવતાં, હૈયે હરખ ન માયેરે.

સંતો દધિ સુત પાનને પાંમતાં, દધિ સુત સેજે તજાયરે.સં. ર

સંતો દધિ સુત સમ દેહમળી, દધિ સુત સમ ટળી જાયેરે.

સંતો દધિ સુતધર દિલ ધારીયે, તજી દધિ સુતાની ચાયેરે. સં.૩

સંતો દધિ સુત સમ કાં ડરો નહિ, દધિ સુતે દિવસ જાયેરે.

સંતો નિષ્કુળાનંદ દધિ સુત વિના, ભવ દુઃખ ન વિલાયેરે.સં. ૪

મૂળ પદ

સંતો સારંગધરને સમરીયે, ગ્રહી સારંગ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી