સંતો હંસા વાસી દુર દેશના, દધિ સૂતા સૂતનો આહારરે ૪/૪

સંતો હંસા વાસી દુર દેશના, દધિ સૂતા સૂતનો આહારરે.

સંતો જલચર ઝખ ઝાલે નહિ, નિરદોષ નિરધારરે.સં. ૧

સંતો નીર ખીરને નોખાં કરી, પિયે પય તજી તોયેરે.

સંતો ધીરે ધીરે ધરે પાઓલા, હેતુ સર્વેના હોયરે. સં. ર

સંતો રુડે ગુણે રળિયામણા, બોલે મીઠડા બોલરે.

સંતો સંગીના સંકટ હરે, આપે સુખ અતોલરે.સં. ૩

સંતો કગ બગ દેખી બળે ઘણું, પેખી પોતાના પાપરે.

સંતો નિષ્કુળાનંદ સંત હંસને, નહિ પરને આપરે.સં. ૪

મૂળ પદ

સંતો સારંગધરને સમરીયે, ગ્રહી સારંગ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી