આવો અલબેલા વર આજ, આલિગન લિજીયેં.૧/૪

 

વાલા રમઝમ કરતા કાન, એ ઢાળ.
આવો અલબેલા વર આજ, આલિગન લિજીયેં.
મારા મન માન્યા મહારાજ, કે દર્શન દિજીયે.          ૧
જોઇ કમળ સરીખાં નેણ, ઠરે મારી આંખડી.
મારા સુંદર શામળા સેણ, મળવા છે ધાંખડી.         ર
આવી કરો વાલપ્યની વાત, કે લટકાં લાવીને.
કીજે અમૃત વચન વરસાદ, તે વાલા બોલાવીને.  ૩
હું તો જોઇ રઇછું આજ, વાલા તારી વાટડી.
વાલા નિષ્કુળાનંદના રાજ, ખોલો હેત હાટડી.        ૪

 

 

 

મૂળ પદ

આવો અલબેલા વર આજ, આલિગન લિજીયેં.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી