મરમાળા મોહનરાય, મનોહર માવજી૨/૪

મરમાળા મોહનરાય, મનોહર માવજી.

મુને વાલા લાગો મનમાંય, નટવર નાવજી. ૧
તારી ચાલમાં ચોરાણું ચિત્ત, લોભાણી હું લટકે.
મારા મનના માનેલ મિત, કે ચાલો છો ચટકે. ર
શોભે જામા જરીના જીવન, પાઘડલી ફુલે ભરી.
જોઇ મોઇ રહ્યું છે જો મન, આંખડલી મારી ઠરી. ૩
રંગે રમો છો સખાને સાથ, કે પ્રિતેસું પાતળા.
વાલા નિષ્કુળાનંદના નાથ, સુદરવરશામળા. ૪

મૂળ પદ

આવો અલબેલા વર આજ, આલિગન લિજીયેં.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી