છોગાવાળા છબીલા છેલ, છબી તારી જોઇને.૩/૪

છોગાવાળા છબીલા છેલ, છબી તારી જોઇને.મારા અલવીલા અલબેલ, રઇ છું મોઇને.
સારા શોભો છો સુંદર શામ, સોનેરી પાઘશું.છબી જોઇ લાજે કોટી કામ, ભેટ્યા મોટે ભાગ્યસું. 
ફુલ્યાં ફૂલ અમૂલ અપાર, છાયું તેણે છોગલું.તારા ફરુકી રહ્યા તે મોઝાર, મોળીડું શોભે ભલું. 
કાને કુંડલ સુંદર સાર, હાર હૈયે હેમના.વાલા નિષ્કુળાનંદના આધાર, પેખ્યા પ્યારા પ્રેમના.  ૪ 

મૂળ પદ

આવો અલબેલા વર આજ, આલિગન લિજીયેં.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી