પ્યારા લાગોછો પ્રાણ આધાર, દેખી ઠરે દલમાં૪/૪

પ્યારા લાગોછો પ્રાણ આધાર, દેખી ઠરે દલમાં.

રાખું હરિ કરી હૈયે હાર, ન વિસારું પળમાં. ૧

મુજ નિરધનીયાનું ધન, ત્રિકમજી છો તમે.

મારા જીવસું જડ્યા જીવન, કેમ ભૂલસું અમે. ર

તારી મુરતિ મારી મિરાંથ્ય, દન દોયેલા તણી.

છોજી જનમો જનમના સંગાથ, દેખાડું હું શું ભણી. ૩

તમ વિના ઠરવાને ઠામ, નથી કોયે મુજને.

વાલા નિષ્કુળાનંદના શામ, જોઇ રઇ તુજને. ૪

મૂળ પદ

આવો અલબેલા વર આજ, આલિગન લિજીયેં.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી