પ્રીતમ પ્રાણપ્યારારે, મનમોહન પ્રીતમ પ્રાણપ્યારા.૧/૪

નાગર નંદ દુલારોરે મનમોહન, એ ઢાળ.

પ્રીતમ પ્રાણપ્યારારે, મનમોહન પ્રીતમ પ્રાણપ્યારા.

સાચા સ્નેહિ છો મારારે.મન.

નિમષ એક મેલું નહિ ન્યારા, છો મારી આંખ્યના તારારે. મન.૧

સર્વે થકી મુને લાગો છો સારા, ગાઇશ ગુણ તમારારે. ર

અમૃત્ય વેણે કરોછો ઉચારા, આંખ્યમાં હૈત અપારારે.મન.૩

નિષ્કુળાનંદકે નંદ દુલારા, છો મારા પ્રાણ આધારારે.મન. ૪

મૂળ પદ

પ્રીતમ પ્રાણપ્યારારે, મનમોહન પ્રીતમ પ્રાણપ્યારા.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી