રઢ લાગી મુને તારી રે, રસિયા વર રઢ લાગી મુને તા ૨/૪

રઢ લાગી મુને તારી રે, રસિયા વર રઢ લાગી મુને તારી.

તમ પર તન મન વારીરે. રસિયા.

વાત તમારી લાગી મુને સારી, સાંભળી ચડી ખુમારીરે.ર

લોક લાજ ઘર કાજ વિસારી, થઇ રઇ છું તમારીરે.ર. ર

મુરતિ તમારી અતિ મને પ્યારી, નિરખી અંતરે ઉતારી રે.ર. ૩

નિષ્કુળાનંદનાં નાથ મોરારી, તમ પર જાઉ બલ્યહારીરે.ર. ૪

મૂળ પદ

પ્રીતમ પ્રાણપ્યારારે, મનમોહન પ્રીતમ પ્રાણપ્યારા.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી