તમસું પ્રીત બંધાણી રે, મીઠા બોલાજી૩/૪

તમસું પ્રીત બંધાણી રે, મીઠા બોલાજી.

તમસું પિંત બંધાણી રે. સૂણી મેં મુખની વાણીરે. મી.

સંસાર સુખ મેં જુઠડું જાણી, હાથ્ય તમારે વેચાણીરે. મી. ૧

હવે હું ઠાવકી તારી ઠેરાણી, નૈ ખોઉં મુખનું પાણીરે. મી.ર

તારા સ્નેહમાં હું સંકુલાણી, તમ પર તન કુરબાણીરે. મી.૩

નિષ્કુળાનંદકે સારંગ પાણી, તમને જોઇને લોભાણીરે. મી. ૪

મૂળ પદ

પ્રીતમ પ્રાણપ્યારારે, મનમોહન પ્રીતમ પ્રાણપ્યારા.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી