આશરો તું લેજેરે સ્વામી સુખકંદનોરે, ૧/૪

 અંતકાળ્ આવીરે સંભાળી લેજો શામળારે એ ઢાળ.

આશરો તું લેજેરે સ્વામી સુખકંદનોરે, રૂદિએ તું રાખજે સ્વામી સુખકંદરે.,
દિવસ આવશેરે તારે આનંદનોરે, સમરજે શ્રીહરિ સમજાનંદરે.     આ.૧
નરનારાયણરે પોતે એ પ્રગટ્યારે, અનેક જીવનો કરવા ઉધારરે,
શરણે જે આવ્યારે તાપ તેના મટયારે, કઈંક પતિત પામ્યા ભવપારરે.  આ. ર
આજ છે રાજરે નરવીર નાથનુંરે, જીવડા તું જરુર જરુર જાણરે,
ગ્રહણ કરજેરે કઉં મારી ગાથનુંરે, આજ છે એને હાથ કલ્યાણરે. આ. ૩
હુકમ ના હાલેરે આજ કોયે એકનોરે, નરનારાયણ સહુના નાથરે.
નિષ્કુળાનંદરે મર્મ વિવેકનોરે, કહું છું ભાઇ બજાઇ હાથરે. આ.૪

મૂળ પદ

આશરો તું લેજેરે સ્વામી સુખકંદનોરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી