બદરિપતિરે વિન્યા બીજો નથીરે, જીવનો હેતું આ જગમાંયરે ૩/૪

બદરિપતિરે વિન્યા બીજો નથીરે, જીવનો હેતું આ જગમાંયરે,

અન્ય ઉપાય રે કરે કાં મરે મથીરે,

કુકશે કણ ન મળે કાંયરે. બ. ૧

ભેરવ ભવાનીરે વિનાયક વીરનેરે, કરગરે કાં તું થઇ કંગાલરે,

સિદ્ધ ઓલિયારે પંડિત પીરનેરે,

સેવતાં નહીં ટળે દુઃખનું સાલરે. બ. ર

ખદ્યોતની જોત્યેરે જામની જાય નહિરે, સૂરજ ઉગે જાય અંધારરે,

અખંડ સુખનેરે દેવે દેવાયે નહિરે, એતો અલ્પ સુખના દેનારરે. બ.૩

વિચારી તું જોનેરે અવશ્ય વાતનેરે, અંતે નહીં આવે કોયે કામરે,

નિષ્કુળાનંદરે કહે જોડી હાથનેરે, ઠરવાને નરનારાયણ ઠામરે. બ. ૪

મૂળ પદ

આશરો તું લેજેરે સ્વામી સુખકંદનોરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી