પ્રગટ બિરાજેરે ધણી બદ્રી ધામનેરે, જે કોયે સરવ દેવના દેવરે ૪/૪

પ્રગટ બિરાજેરે ધણી બદ્રી ધામનેરે, જે કોયે સરવ દેવના દેવરે,

સેવતાં સરવેરે સરે મનકામનારે,

કર્ય એવા સમ્રથની તું સેવરે. પ્ર.૧

જેના ડરથીરે ડરે સઉ દેવતારે, ડરે વારી વાયુ વસુધા વ્યાલરે,

અગનિ અરકરે ઇંદુ આગ્યા સેવતાંરે,

ડરે દિગપતિ માયા મન કાળરે. પ્ર.ર

એવા સમ્રથરે જેના શિર ઉપરેરે, તેને કેની બીક નહિ લગારરે,

કાળ કોપીનેરે કોઇનેશું કરેરે, જેહને અવિનાશી આધારરે. પ્ર.૩

નિરભે થયો છેરે પામી નર વીરનેરે, તેહને રહિ નહિ કોઇ શંકરે,

નિષ્કુળાનંદરે પામી સુખ શિરનેરે, તેહ નર નહિ માને મન રંકરે. પ્ર.૪

અથ વિવાહના ધોળ લિખ્યતે.

મૂળ પદ

આશરો તું લેજેરે સ્વામી સુખકંદનોરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી