લાગુ પાયે પરિ બ્રહ્મને, સોયે સદ્ગુરુ શામ, ૧/૧

કુંદનપુર વીવા રચ્યો એ ઢાળ.

લાગુ પાયે પરિ બ્રહ્મને, સોયે સદ‌્ગુરુ શામ,

સંત વેશે શ્રીહરિ, એક રૂપને ત્રય નામ. ૧

મંગળ ઇછે જો મનમાં, તો સોંપે શરણે શિશ,

અખંડ સુખને પામવા, ગાઉં ગુણ હરિના હમેશ. ર

વીવા તે નામે વધામણું, મહીં વર કન્યાની વાત,

વૃતિ તે નામે વિનતા, વર શ્રીહરિ સાક્ષાત. ૩

વરે વર્યાની ઇછા કરી, સોંપ્યું શ્રીફળ બૃહદ્ વૈરાગ્ય,

ઓઢી છે અવલ ઘાટડી, મારા સ્વામી તણો જે સુવાગ. ૪

સ્વાગણ થઇ છે સુંદરી, પામી અખંડ એવાતણ,

આવો સખી સરવે મળી, ગાયે ગોવિંદજીના ગુણ. પ

ધન્ય ધન્ય જન્મ માહેરો, થયું સગપણ શામને સાથ,

ઇછા તે વર મુજને મળ્યો, નિષ્કુળાનંદનો નાથ. ૬

મૂળ પદ

લાગુ પાયે પરિ બ્રહ્મને, સોયે સદ્ગુરુ શામ,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
કિરણ કેસેટ સેન્ટર, અમદાવાદ

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


લગ્ન ઢાળના કીર્તન
Studio
Audio
0
0