ઇછા અલબેલો વર મળીયારે, ભય તો ભવસાગરના ટળિયારે, ૧/૧

સજનીને સુપના અંતર લાધુંરે એ ઢાળ.
ઇછા અલબેલો વર મળીયારે, ભય વો ભવસાગરના ટળિયારે,
અતિ એક અમુલ ઘાટડીરે, તેતો અમને અલબેલે જો ઓઢાડીરે.
ઘાટડી તો ઘણી મુલિ કેવાયરે,તેતો અબળા વિના નવ ઓઢાયરે, 
ઘાટડી તો શુકદેવે શોભાડીરે, ઓઢીને ઋષભદેવે દેખાડીરે. 
ઘાટડી તો ઓઢી છે પ્રહલાદેરે, ઓઢી બીજે અનેક જને આદ્યેરે,
ઘાટડી તો ઓઢી છે ગોપીચંદેરે,ઘાટડી તો ઓઢી છે સાહા બાજંદેરે.
ઘાટડી તો ભરથરિને ઘણું ભાવીરે, ઘાટડી તો કદરજે શોભાવીરે,
કંઇક તો વણ ઓઢયે ફરે ફુલ્યારે, નિષ્કુળાનંદ કહે તે તો ભુલ્યારે. 

મૂળ પદ

ઇછા અલબેલો વર મળીયારે, ભય તો ભવસાગરના ટળિયારે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી