શોભે છે સારી શામ સલૂણા વરની ચુંદડીરે, ૧/૧

લાડકડા વાલા આવી ઉભા મારે બારણે એ ઢાળ.

શોભે છે સારી શામ સલૂણા વરની ચુંદડીરે,

ચુંદડી રંગે દિસેછે રુપાળિરે, સો. ટેક.

ચુંદડી રંગે તે મોયા મોટા મુનિરે, દેખિ અંક અલોકિ અનુપરે. શો.

ચુંદડી ભવ બ્રહ્માને ભાવિ ઘણુંરે,

ચુંદડી સરાયે સુરનર ભુપરે. શો.૧

ચુંદડી નયણા ભરીને નિરખી નારદેરે,

સનકાદિકે કર્યો સતકારરે, શો.

ચુંદડી વલ્લભ ઘણીછે વ્યાસનેરે,

વાલમિકે વખાણી વારમવારરે, શો. ર

ચુંદડી શેષ વખાણે શારદારે, નવ પામે તે પોતનો પારરે, શો.

ચુંદડી અંતર પ્રિતે જે ઓઢસેરે, તેને સપને નહિ ગમે સંસારરે. ર

ચુંદડી સુંદર સારી સોયામણીરે, કર્યાં અનેક જનના જો કાજરે. શો.

મળ્યા નિષ્કુળાનંદનો નાથજીરે,

દયા કરીને આપી અમને આજરે. શો. ૪

મૂળ પદ

શોભે છે સારી શામ સલૂણા વરની ચુંદડીરે,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
સાંવરિયા
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

કિરણ કેસેટ સેન્ટર, અમદાવાદ

પરંપરાગત (સ્વરકાર)
અખંડ વરનો વિવાહ
Studio
Audio
1
0