સુધ વિચારથી સાબધા થાઓરે, ૧/૧

પિઠિ ચોળો પિઠિ ચોળો પિતરાણિરે, એ ઢાળ.

સુધ વિચારથી સાબધા થાઓરે,

ચલિ ચાલીને ચિદાકાશમાં જાઓરે,

જીયાંરે વસેછે જદુપતિ નાથરે, કેજો જઇ વિનતિ જોડી બેઉ હાથરે. ૧

વેલા પધારે હો વિશ્વાધારરે, વાટ કોઇ જૂવેછે વ્રેહવંતી નારરે,

સર્વે સખાને તે તેડજો સાથરે, ઓપે આંગણીયું અમારું હો નાથરે.

મારા કુટુંબી બોલાં છે બહુંરે, હાંસિ જો કરવા આવશે સહુરે,

તેતો તમ થકી પામશે હારરે, લવ લવ કરતાં રેશે નરનારરે. ૩

એક અમે તમે અંક જ ભરશુંરે, મનના મનોરથ પુરા કરશુંરે,

સુખનો સમાજ સંગ લાવજોરે, નિષ્કુળાનંદના સ્વામી આવજોરે. ૪

મૂળ પદ

સુધ વિચારથી સાબધા થાઓરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી