જઇ કઇ વિનતિ વિચારેરે, સુણી સર્વે સુંદરવર તે વારરે ૧/૧

મારી સાર લેજો અવિનાશીરે એ ઢાળ.
 
જઇ કઇ વિનતિ વિચારેરે, સુણી સર્વે સુંદરવર તે વારરે,
કીધું છે કાંઇ જાદવ કુળમાં જાણરે,વાજે છે અનહદ નાદ નિશાનરે.
માનુની તે મળીને મંગળ ગાયેરે, ઉછરંગ આનંદ અંગે ન માયેરે,
આવી સર્વે મળ્યો સખાનો જો સાથરે,આજ્ઞા તેને આપે અનાથુનો નાથરે.
સજ સર્વે થાયો તે સખા સમિતરે, જાવું છે જાનમાં કરવી છે જીતરે,
કોયે જો મ આવશો કાયેર કાચારે,દુઃખિયા દૂરબળ વળજો પાછારે.
બુઢાને બાળક રેજો બેસીરે, દુરમતિ દેખીને કરશે હાંસિરે,
જન બીજા અનેક મળીને જોશેરે, દુરમતિ વણ વાંકે વગોશેરે. 
આપણ સહુ આનંદ માંહિ રેજોરે, વચન તે કોયને કટુ ન કેજોરે,
આવજો અજીત સર્વે અંગેરે, નિષ્કુળાનંદના સ્વામીને સંગેરે.  પ 

મૂળ પદ

જઇ કઇ વિનતિ વિચારેરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી