ચોરી થંભ રચ્યા તિયાં ચારરે, રહે વૃતમાને નરનારરે, ૧/૧

મારી સાર લેજો અવિનાશીરે એ ઢાળ.
 
ચોરી થંભ રચ્યા તિયાં ચારરે, રહે વૃતમાને નરનારરે,પીયુ પરશી પ્રદક્ષણા કરે રે, તે તો ભવમાં તે ફેરા ન ફરે રે. 
ધન્ય સખી સુંદરવર પરણે રે, તન મન સોંપી હરિ શરણે રે,કામ ક્રોધના જવતલ બાળ્યા રે, સંશે શોક સર્વે તિયાં ટાળ્યા રે. 
પીયુ પરણીને પાવન થયાં રે, સુખ મુખે ન જાય તે કયાં રે,હરિ હાથે જમ્યા જે કંસાર રે, તેને સુપને ન ગમે સંસાર રે.
ફેરા ફરીને આજ ઉતર્યાંરે, સર્વે કાજ આમારાં તે સર્યાં રે,પ્રેમ નેમ ને ભકિત ભાવે રે, સખી ચાર મળીને વધાવે રે.
વર વધાવી વારણે જાયે રે, નાથ નિરખતાં તૃપ્ત ન થાયે રે,નાથ નિરખીને લોભ્યા છે નેણ રે, મુખ જોઇ મન થયા મેણ રે,
મુખ જોઇ મેલ્યુ નવ જાયે રે, રેજો અખંડ અંતરમાંયે રે,વાલા વાલપ્ય આવે છે હૈયે રે, જાણું અંગે આલિંગન લૈયે રે. 
પુરું મનોરથ મારા મનનારે, ખગ વાળું હું ખોયેલા દનનારે,સખી પૂરણ પુન્યે પામીરે, વર નિષ્કુળાનંદનો સ્વામી રે.  ૭ 

મૂળ પદ

ચોરી થંભ રચ્યા તિયાં ચારરે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી