એવું સુણીને બોલી સુંદરી, ૧/૧

એવું સુણીને બોલી સુંદરી,
સખી સાંભળ તો કહું વાત, હો બેની,
એમ ન કયે એહને, વળી વિચાર વિના જે બોલવું,
તે તો જીવ જણાવે જાત્ય.  હો. ૧
સખી બોલીને કેમ બગાડીયે, બોલ્યું અણબોલ્યું કેમ થાયે.  હો.
જો કોયે વચન નિસરે મુખથી, તેતો પાછું કેમ સમાયે. હો.ર
તું ન જાણીશ નંદજીનો લાડિલો,એ છે અખિલ ભુવનનો આધારહો
સખી શેષ મહેશ ને શારદા, એને કોયે ન પામે પાર.  હો. ૩
એનો બ્રહ્મા તે ભેદ જાણે નહિ, વળી વેદ ન પામે પાર.  હો.
સખી અનેક જનને ઓધારવા, આવી લીધો છે આ અવતાર.  હો.૪
તમે જાણો છો એમ તો એ નથી, એ છે પંચ વિષેને પાર.  હો.
જેને વચને તે વિકાર વામિયે, તેને કેમ વળગે વિકાર.  હો. પ
એ તો ચૈતન્ય ઘનમય મૂરતિ, એને પરસે નહિ પંચ ભૂત.  હો.
એનું પૂરણ કામ જો નામ છે, વળી કાવે અખંડ અચ્યુત.  હો. ૬
દીન જાણી દયાળે દયા કરી, થયા નિર્ગુંણ સગુણ સ્વરુપ.  હો.
એ છે કોટિ કલ્યાણની મૂરતિ, ઇ છે કોટિ ક્રિપાનું રૂપ. હો. ૭
હાથ જોડીને હરિ આગળે, રહિયે દીન અદીન એમ.  હો.
સખી નિષ્કુળાનંદના નાથને, કટુ વચન જો કૈયે કેમ.  હો.૮

મૂળ પદ

એવું સુણીને બોલી સુંદરી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી