જીરે સજ થાઓને સુંદરી ૧/૧

મારે આજ સોનાનો સૂરજ ઉગિયો એ ઢાળ.
 
જીરે સજ થાઓને સુંદરી,મૂકી પરિ આવ્યાની રેઆસ કે,  સુંદર સુંદરી.
જીરે પ્રીત તજો રે પ્યારની, ચાલો ચાલો પીયુજીને પાસ કે. સું. ૧
જીરે પનર નવને પરહરી, તજો પંચ વિષેની રે પ્રીત કે. સું.
જીરે અલપ સુખ આ સંસારનાં, તેની પશુ કરે પરતીત કે. સું. ર
જીરે ભર્યો ભવભંડાર કલેશનો, અંધધંધ કેવાયે જે કુંપ કે. સું.
જડ દુઃખ મિથ્યાને મેલી કરી, રહો સતચિત આનંદરૂપ કે. સું. ૩
જીરે મોટા ભાગ્ય કરી માનજે, પામી અખંડ વર અવિનાશ કે. સું.
જીરે નિષ્કુળાનંદના નાથનાં, રયે ચરણકમલનાં જો દાસ કે. સું. ૪ 

મૂળ પદ

જીરે સજ થાઓને સુંદરી

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

કિરણ કેસેટ સેન્ટર, અમદાવાદ

પરંપરાગત (સ્વરકાર)
અખંડ વરનો વિવાહ
Studio
Audio
0
0