સખી આજ આનંદ વધામણાં, મારે હઇડે રે સખી હરખ ન માયકે ૧/૧

ગોપીનાથ આવો મારે આંગણે એ ઢાળ.

સખી આજ આનંદ વધામણાં, મારે હઇડે રે સખી હરખ ન માયકે.

દીન દયાલે દયા કરી, બલવંત રે મારી ગ્રહિ છે રે બાંય કે.આ. ૧

સખી નેહ જણાવ્યો નયણમાં,

જાણી વાલપ્યરે સુણી મુખનાં વેણ કે.આ. ર

સખી કરુણ રસમયે મૂરતિ નાથ નિરખી રે, કાંય ઠરિયાં છે નેણ કે. આ.

સખી છબી છબીલાની જોઇને,

મન મોયું રે જોઇ વાલાનું મુખ કે.આ.

ચિત્ત ચોરી લીધું લાલ લટકે, વણ દિઠે રે નવ્ય થાયે જો સુખ કે.આ. ૩

સખી નટવર કુંવર નિરખી, ઘણું હરખી રે મારા હૈડા માંય કે. આ.

સખી પૂરણ પુન્યે તે પામીયે,

ભાગ્ય મોટાં રે મુખ કહ્યાં ન જાયકે.આ. ૪

સખી ધન્ય ધન્ય અવસર આજનો,

આજ પ્રગટ્યો રે અતિ નવો આનંદ કે.આ.

મારું જીવન સફળ કરી જાણીયું,

રાજી થયા રે સ્વામી સહજાનંદ કે.આ. પ

મુને વિસારી નહિ મારે વાલમેં, સહજાનંદેરે મારી કરી છે સાર કે.

સખી નિષ્કુળાનંદના નાથને, જાઉ વારણે રે હું તો વારંવાર કે. આ.

મૂળ પદ

સખી આજ આનંદ વધામણાં

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0