જેના પુન્ય હશે તે એ વર પામશે રે ૧/૧

નરનારાયણ સ્વામીના દાસ જે રે એ ઢાળ.
 
જેના પુન્ય હશે તે એ વર પામશે રે,
તે તો વામશે તનડાના તાપ રે,  અખંડ વર એક છે રે.
મન વાંછિત મહા સુખ માણશે રે.
વળી જાણશે જે પીયુના પ્રતાપ રે. અ. ૧
સખી વરીયે તો અમર એ વરને રે,
જેનું એવાતણ અખંડ અભંગ રે. અ.
સખી સુખ અલ્પ આ સંસારનાં રે,
તેનો સમજુ ન કરે કેદિ સંગ રે. અ. ર
સખી મુરખ મનુષ્યની મંડળી રે,
તે તો સંસારના સુખ સરાયે રે. અ.
સખી વિવેકી રહે છે તેથી વેગળા રે,
તેનો સપનામાં સંગ ન ચાયે રે. અ. ૩
સખી સનકાદિકે શુકે શું કર્યું રે,
દત્ત ભરત રહ્યા છે જેથી દૂર રે. અ.
સખી નિષ્કુળાનંદના સ્વામી વિના રે,
બીજું અન્ય ભજે તે જાણો ભુર રે . અ. ૪ 

મૂળ પદ

જેના પુન્ય હશે તે એ વર પામશે રે

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી